કચ્છી મહિલા પત્રકારે મતદાનની જાગૃતતાને વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડી

કચ્છી મહિલા પત્રકારે મતદાનની જાગૃતતાને વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડી
ભુજ, તા. 21 : દેશમાં લોકસભાની ચૂંટણીના પર્વની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. લોકો મતદાન કરે તે માટે જાગૃતિ આણવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે મતદાનની જાગૃતતાને વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડવાનું કામ કચ્છી અને ગુજરાતની એક મહિલા પત્રકાર તેમજ કોલમિસ્ટે કર્યું છે.આ માટે પ્રીતિ ધોળકિયાએ અત્યાર સુધીમાં નવ શહેર અને 19 ગામડાંઓમાં સભા કરી છે. આ ઉપરાંત 12 સ્કૂલ, ચાર યુનિવર્સિટી અને 11 કોલેજોના છાત્રોને મતદાન કરવા માટે હાકલ કરી છે. મતદાન જાગૃતિની ઝુંબેશમાં એમની ટીમે 115 રોડ શો, શેરી નાટક તથા વીડિયો જિંગલ પણ બનાવ્યા છે.મતદાન જાગૃતિના આ અભિયાનને અનુલક્ષીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાએ પ્રીતિ ધોળકિયાને તેમજ તેમના એનજીઓ કરણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતો. વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા તરફથી જજીસ મિલન સોની ઉપસ્થિત રહ્યા હતા. આ રીતેનું સન્માન મેળવનાર ગુજરાતની આ પ્રથમ મહિલા છે. એમણે મતદાન પર અંગ્રેજીમાં બુક્સ રેઈશ વોટ  રેઈશ વોઈસ પણ લખી છે. જેને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા પ્રથમ વોટિંગ અવેરનેસ બુક તરીકે પણ સ્થાન અપાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer