ગાંધીધામમાં કારકિર્દી શિબિર યોજાયો

ગાંધીધામમાં કારકિર્દી શિબિર યોજાયો
આદિપુર, તા. 21 : અહીંના વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા `કારકિર્દી' સમજણ શિબિરનો 60 જણાએ લાભ લીધો હતો.સિંધુ ભવનના આ શિબિરમાં પરીક્ષા પછી શું કરવું, ઉચ્ચ અભ્યાસ માટેની વિવિધ શક્યતાઓ અને સમજ, તબીબ કે તકનિકી નિષ્ણાત સિવાય પણ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ કારકિર્દી ઘડી શકાય, છાત્રો માટે વીઝા-ઈમીગ્રેશન, વિદેશમાં અભ્યાસ અને કાયમી સ્થાઈ થવું સહિતના અનેક મુદ્દાઓ પર તજજ્ઞોએ પ્રકાશ પાડયો હતો. જેમાં તજજ્ઞો તરીકે પૂર્વી બાપટ, માનસી, મેઘાણી અને જાગૃતિ ઠકકરે સેવા આપી હતી. પ્રારંભમાં સંસ્થાના અધ્યક્ષા મમતા આહુજાએ શિબિરનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. પ્રેરક સહયોગ શિક્ષા યુનિવર્સના પિંકી આહીરે આપ્યો હતો. અતિથિઓ વિ.નું રીતુ ગોયલ, પલ્લવી શશીધરન, છાયા ચૌહાણ વિ.એ સન્માન કર્યું હતું. આયોજનમાં ડો. સુનિતા દેવનાની, અમન મહેતા, વિલ્પા શાહ, અનિતાબેન, સુનિતા ચૌધરી વિ.એ સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer