જૂનમાં અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજનો તેરમો સમૂહલગ્નોત્સવ

જૂનમાં અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજનો તેરમો સમૂહલગ્નોત્સવ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : આગામી 1લી જૂનના ત્રિકમસાહેબ ટેકરી નખત્રાણા ખાતે સમાજના 13મા સમૂહલગ્નોત્સવ યોજવામાં આવશે એવું નખત્રાણા મારવાડા સમાજવાડી ખાતે મળેલી અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ રૂપાણી પચાણભાઇના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં એકજૂથ બનીને સમાજમાં સમજણ, સુગમતા ભાવથી જે કાર્ય થાય તેમાં ભગવાનનો પણ સાથ મળે, તેમણે સમૂહલગ્નને સમાજનું એક અંગ ગણાવી મોંઘવારીના સમયમાં સમૂહલગ્ન થકી ખર્ચ તેમજ સમય પણ બચે છે. તેમણે સમાજના કાર્યમાં સહકાર આપવાની વાત કરી હતી. બેઠક દરમ્યાન યુવક મંડળની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે  યુવક મંડળના જોગલ સુરેશ શાંતિલાલ, મહામંત્રીઓ વિશાલ આર. પંડયા, સતીશ બી. શેખા વરાયા હતા. જ્યારે મહિલા મંડળના પ્રમુખ તરીકે કસ્તૂરબેન વિનોદભાઇ શેખા, મહામંત્રી પદે શેખા પાર્વતીબેન કિશોરભાઇની નિમણૂક થઇ હતી. બેઠકમાં અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ, યુવક મંડળના મહિલા - મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા, એવું સમાજના મહામંત્રીની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer