મોટા સરાડામાં પતિ દ્વારા પત્નીની હત્યા

ભુજ, તા. 21 : તાલુકામાં મોટા સરાડા ગામે કપડા ધોવા બાબતે થયેલી બોલાચાલીમાં રોમાબાઇ નામની પરિણીત મહિલાને છરીના ઘા મારીને તેના પતિ અલી હાજી ગુલામહુશેન ઉર્ફે હાજી ગુરુ જતે તેની હત્યા કરી નાખતાં સનસનાટી મચી ગઇ છે. મોટા સરાડા ગામે આજે બપોરે બે વાગ્યાના સુમારે આ જીવલેણ ઘટના બની હતી. મરનાર રોમાબાઇને તેના પતિ અલી હાજી ગુલામહુશેને પીઠના ભાગે મારેલા છરીના ઘા ભોગ બનનાર માટે તત્કાળ જીવલેણ બન્યા હતા અને આ હતભાગી મહિલાનું સ્થળ ઉપર જ મૃત્યુ   થયું હતું. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે કપડા ધોવા બાબતે પતિ અને પત્ની વચ્ચે થયેલી બોલાચાલી વધી પડતાં તેની પરાકાષ્ઠારૂપે ખૂનનો આ કિસ્સો બન્યો હતો. બનાવ બાબતે મોટા સરાડાના ગફુર નઇમ જતે આરોપી સામે ફરિયાદ લખાવ્યા બાદ ખાવડા પોલીસે તહોમતદારની ધરપકડ કરી લીધી હતી અને તેની સામે હત્યાનો ગુનો વિધિવત દાખલ કર્યો હતો. નાનકડા ગામમાં પતિના હાથે પત્નીની હત્યાનો કિસ્સો બનતાં સનસનાટી મચી ગઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer