બેલા સરહદે રણ નજીક કોઇ કારણે મોતને ભેટેલા પ્રૌઢનો મૃતદેહ મળ્યો

ગાંધીધામ, તા. 21 : રાપર તાલુકાના બેલા નજીક રણમાં ઉમર આમદ કુંભાર (ઉ. વ. 60) નામના વૃદ્ધની લાશ મળી આવી હતી. તો બીજીબાજુ ભચાઉના નાની ચીરઇમાં જટુભા ઉર્ફે જાલુભા હઠીસિંહ જાડેજા (ઉ. વ. 62)નું મોત થયું હતું. રાપરના બેલા ગામમાં રહેતા ઉમર કુંભાર ગત તા. 19/4ના પોતાના ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં તા. 20/4ના સવારે તેમની લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, રણ નજીક વાલખીરિયા પીરની દરગાહ પાસેથી આ વૃદ્ધની લાશ મળી આવી હતી. તેમનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ ભચાઉના નાની ચીરઇમાં રહેનાર જટુભા જાડેજાનું ગઇકાલે રાત્રે મોત થયું હતું. આ વૃદ્ધ રાત્રે જમ્યા પછી પોતાના ઘરે હતા. દરમ્યાન તેમને મૂંઝવણ થતાં તેમનું મોત થયું હતું. આ વૃદ્ધનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer