કચ્છના લોકોએ સાંસદની સાથેસાથે વડાપ્રધાન ચૂંટવા પણ મન બનાવ્યું છે

ભુજ, તા. 21 : મતદાનને જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કચ્છની જનતાએ આ ચૂંટણીમાં સાંસદની સાથોસાથ વડાપ્રધાન ચૂંટવા માટેનું પણ મન બનાવી લીધું છે.  નરેન્દ્રભાઇ મોદીએ હરહંમેશ કચ્છની ચિંતા કરી છે, કચ્છને યાદ કર્યું છે. એક કચ્છીનાં હૃદયમાં વતન પ્રત્યે જે લાગણીના અંકુરો ફૂટે એ જ રીતે નરેન્દ્રભાઇએ કચ્છ પ્રત્યે હંમેશાં વિશેષ પ્રેમ અને અનુકંપા દર્શાવી છે.  ભૂકંપની આફત બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં કામ કરતા નરેન્દ્રભાઇ તરત કચ્છ દોડી આવ્યા હતા અને દિવસ-રાત લોકોના પડખે  રહ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી આફતને અવરસમાં પલટી કચ્છને બમણા વેગથી ધબકતું કર્યું હતું.  2014ની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ગાર `લાલન કોલેજથી લાલ કિલ્લા'ને કચ્છ સહિત દેશની લોકોએ યથાર્થ ઠેરવીને નરેન્દ્રભાઇને દેશના વડાપ્રધાન બનાવ્યા. દેશનું સુકાન સંભાળ્યા બાદ પાંચ વર્ષમાં તમામ ક્ષેત્રે પ્રગતિ અપાવી  અને મા ભારતીને વિશ્વગુરુના ગરવા સ્થાન પર સ્થાપિત કરી છે, તેવું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું. દેશ અને વિદેશની સભાઓમાં કચ્છને યાદ કરવાનું કયારેય ચૂકતા નથી, ત્યારે એમનો હાથ મજબૂત કરવા નવયુવાન અને સતત સક્રિય એવા સાંસદ વિનોદભાઇ ચાવડાને ફરી દિલ્હી મોકલીને કચ્છના લોકો નરેન્દ્રભાઇને અદકેરું સમર્થન પૂરું પાડશે, એવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા  સહઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer