ભુજમાં આધેડ વયના વેપારી દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કરાયો

ભુજ, તા. 21 : શહેરમાં 48 વર્ષની વયના રાજન રમણલાલ ત્રિવેદી નામના વેપારીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંલગ્ન અત્રેની રમણ પ્રિન્ટિંગ પ્રેસ પેઢીના સંચાલક પરિવારના સભ્ય એવા રાજન ત્રિવેદીએ આજે સાંજે શહેરમાં મહાદેવ નાકા વિસ્તારમાં આવેલા પોતાના ઘરમાં આ પગલું ભરી લીધું હતું. આ પછી બનાવ વિશે પોલીસને જાણ કરાતા અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. મરનાર માનસિક અસ્વસ્થ રહેતો હોવાનું અને તેણે આવી સ્થિતિ વચ્ચે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું હતું. પોલીસે નિમિત બનેલા કારણો સહિતની આગળની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer