અંજારમાં અંગ્રેજી શરાબ સાથે એક શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 21 : અંજારના શિવરામનગર વિસ્તારમાં પોલીસે છાપો મારી રૂા. 6300ના શરાબ સાથે એક શખ્સની અટક કરી હતી. જ્યારે બે શખ્સ હાથમાં આવ્યા નહોતા. અંજારના આસાબા વેબ્રિજ પાસે પ્રદીપસિંહ જાડેજાના પાણીના પ્લાન્ટ પર રહેતા રામાવીરા ચંદ્રબલી મિશ્રાને પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સના કબ્જામાંથી 750 એમ.એલ.ની 18 બોટલ, કિંમત રૂા. 6300નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ નાની ખેડોઈનો પ્રદીપસિંહ નારૂભા જાડેજા તથા લાડુરામ બિશ્નોઈ નામના શખ્સો પોલીસના હાથમાં આવ્યા ન હતા. આ શખ્સોએ ક્યાંથી દારૂ મંગાવ્યો હતો અને કોને વેચતા હતા તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer