ગાંધીધામ મચ્છુનગર ખાતે આંબેડકર જયંતી ઊજવાઈ

ગાંધીધામ, તા. 21 : અહીંના ભીમશકિત યુવા ગ્રુપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતીની  ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ વેળાએ મચ્છુનગરમાં   ડો. આંબેડકર વાસનું  નામકરણ પણ કરાયું હતું. ડો. આંબેડકરની જન્મ જયંતીની નિમિત્તે  સરદાર પટેલ ચોકથી આંબેડકર સર્કલ(ઓસ્લો) સુધી શોભાયાત્રા નીકળી હતી. જેમાં  મચ્છુનગરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.આ ઉજવણીઅંતર્ગત સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મચ્છુનગરમાં ડો.આંબેડકરવાસનું  નામકરણ  કરવામાં આવ્યું હતું.  તેમજ રામદેવપીર ચોકમાં કેક કટિંગ  તથા  બાળકોને પુસ્તકે વિતરણ  સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં યુવા ગ્રુપના પ્રમુખ  દિલીપભાઈ  ભટ્ટીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે અખિલ કચ્છ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ વિરાભાઈ સોલંકી, રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ-ગાંધીધામના પ્રમુખ માલશીભાઈ પરમાર,રામજીભાઈ મુછડિયા, પ્રવીણભાઈ વાઘેલા, મચ્છુનગરના કાન્તિભાઈ સોલંકી, અરજણભાઈ ધેડા, રાજુભાઈ પરમાર, ધીરજભાઈ પરમાર, રમેશભાઈ સોલંકી  વગેરે હાજર રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer