આગામી અખાત્રીજે નિષ્કલંકીધામે કડવા પાટીદાર સમાજનાં સમૂહલગ્નો

નખત્રાણા, તા. 21 : આગામી તા. 7/5 ને અખાત્રીજના સપરમા દિવસે અહીંના નિષ્કલંકીધામ ખાતે કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ દ્વારા સાતમા લગ્નોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. જેમાં 23 નવયુગલો પરિણયના પવિત્ર બંધને બંધાશે. આ અંગેની માહિતી આપતા સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ મૂળજીભાઈ ગોરાણીએ જણાવ્યું હતું કે, તા. 7/5ના સવારે જાન આગમન, ગણેશ સ્થાપના, લગ્ન વધામણા, હસ્તમેળાપ, બપોરે ભોજન સમારંભ, બપોરે 1.30 કલાકે કન્યા વિદાય,  પ.પૂ. મહંત જયરામદાસજી મહારાજ તેમજ સામાજિક અગ્રણીઓ યુગલોને આશીર્વચન પાઠવશે. આગલા દિવસે રાત્રિના ભોજનના દાતા ધનજીભાઈ નારાણભાઈ ગોગારી, મૂળ ટોડિયા, હાલે સુરત, બપોરના ભોજન સમારંભના દાતા વાઘેશ્વરી સો મિલ કલોલ માતા કુંવરબેન રાજાભાઈ જાદવાણી હ. પ્રવીણભાઈ    પરિવાર-રવાપરવાળા રહેશે. નવયુગલોને સમાજના દાતાઓ તરફથી વોશિંગ મશિન સહિત ઘરવખરીની 26 જેટલી નાની-મોટી વસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ સાતમા સમૂહલગ્ન મહોત્સવને સફળ બનાવવા આયોજન સમિતિના જયંતીભાઈ એન. લીંબાણી, સામજીભાઈ પારસિયા, મગનભાઈ પી. ભગત, બાબુભાઈ પોકાર, હીરાલાલ ભીમાણી, વાલજીભાઈ ગોરાણી, મોહનભાઈ પારસિયા, મનજીભાઈ મુખી, રામજીભાઈ રૈયાણી જહેમત ઉઠાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer