આજથી અંબાજી ખાતે નાગર પરિષદ દ્વારા રાત્રિ પૂજનનો પ્રારંભ

ભુજ, તા. 21 : સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) રાજ્યકક્ષા દ્વારા ચૈત્ર વદ બીજથી ચૈત્ર વદ આઠમ દરમ્યાન માતાજીનાં ગર્ભગૃહમાં માતાજીની રાત્રિ પૂજા કરવાનો હક્ક નાગર ગૃહસ્થો, નાગર બ્રાહ્મણોને પુન: સ્થાપિત થવાથી તે અંગે તા. 22-4થી પ્રારંભ થઇ તા. 27-4 સુધી રાત્રિ પૂજનમાં સમગ્ર કચ્છ સહિત ગુજરાતના નાગર જ્ઞાતિજનો જોડાશે. સમગ્ર ગુજરાત નાગર પરિષદના પ્રમુખ નરેશભાઇ રાજાના માર્ગદર્શનથી તેમની ટીમ સેવામાં જોડાશે. કચ્છમાંથી પ્રથમ દિને ભુજ હાટકેશ સેવા મંડળ જોડાશે. જેમાં તે ટીમના કન્વીનરો દિવ્યકાંતભાઇ છાયા અને કિરણભાઇ અંજારિયા તથા હસમુખભાઇ સેવામાં જોડાશે. આ પ્રસંગે રાજ્ય પ્રમુખની વર્ષોથી સેવા બદલ તેમનું અંબાજી ખાતે વિશેષ સન્માન સંસ્થાના મોવડીઓ સાથે વિભાકરભાઇ અંતાણીના હસ્તે કચ્છની કામણગારીથી સન્માન થશે. સાથોસાથ નાગર મિત્રના તંત્રી મહેશભાઇ દેસાઇનું વિશેષ બહુમાન થશે તેવું સંસ્થાના ભૈરવીબેન, ઇલાબેન છાયાની યાદીમાં જણાવાયું હતું. વધુ માહિતી માટે મો.નં. 70165 70124નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer