નાની રાયણમાં ધોરમનાથ દાદાના મેળામાં ગાયો માટે એક લાખ એકત્ર

કોડાય (તા. માંડવી), તા. 21 : તાલુકાના નાની રાયણ ગામે ધોરમનાથ દાદાના મંદિરે પરંપરાગત મેળાની રમઝટ જામી હતી. મેળાની પૂર્વરાત્રિએ ગૌ સેવાના લાભાર્થે આયોજીત સંતવાણીમાં કલાકારો હરિ ગઢવી (ભાડીયા), નીલેશ ગઢવી, પીયૂષ મારાજે ભજનોની રંગત જમાવી હતી. સંતવાણીમાં ગાયોના લાભાર્થે 1 લાખ જેટલી માતબર રકમની ઘોર એકત્ર થઇ હતી. મેળામાં કચ્છી રમતોનું આયોજન થયું હતું. પંથકભરના લોકો મેળાને માણવા ઉમટયા હતા. સંતવાણીમાં ચારણ સમાજના દાતા પ્રભુભાઇ ગઢવી, સવરાજભાઇ ખીમા, દેવરાજભાઇ ગઢવી, ઇશ્વરભાઇ ગઢવી (યુવા અગ્રણી), મુરજીભાઇ ગઢવી (ઉનડોઠ) ત્રિલોકનાથ બાવાજી, હિરેન મહેતા, સામત કેશવ, ધનરાજ ગઢવી, હરેશ મારાજ, ભારૂ ગઢવી, દામજી પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ધોરમનાથ દાદાના મેળા નિમિતે મલુભાઇ રબારી અને વિશ્રામભાઇ વિધાણી તરફથી ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો. જીવરાજ ગઢવી (ઉપ સરપંચ) એસ.વી. પટેલ, દેવરાજ ગઢવી, નારાણ ગઢવી, નવીનભાઇ ગઢવી, મોહન ગઢવી, વાલજી ગઢવી, અરવિંદ ગઢવી, હરિ મારાજ સહિતના આગેવાનોએ આયોજન સંભાળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer