કુમળી વયની છાત્રા સાથે પ્રૌઢ વયના સ્કૂલવાન સંચાલક દ્વારા અડપલાં

કુમળી વયની છાત્રા સાથે પ્રૌઢ વયના સ્કૂલવાન સંચાલક દ્વારા અડપલાં
ભુજ, તા. 19 : શાળાએ જતા વિદ્યાર્થીઓને તેડવા-મૂકવાનું કામ કરતા તાલુકાના સૂરજપર ગામના મિનિ ટેમ્પો ધારક 60 વર્ષની વયના મધુકાન્ત માણેકલાલ ગોર દ્વારા તેના વાહનમાં આવતી સાડા સાત વર્ષની વયની બાળકી સાથે શારીરિક અડપલાં કરીને તેની જાતીય સતામણી કરી હોવાનો કિસ્સો દફતરે નોંધાતાં ચકચાર જાગી છે. પોલીસે તાત્કાલિક પગલાં લઇ આરોપીની ધરપકડ કરી લીધી છે. ભોગ બનનારી કુમળી વયની બાળાએ તેની સાથે બનેલી આ ઘટના વિશે તેના પરિવારજનોને વિગતો આપ્યા બાદ કન્યાની માતાએ આજે માનકૂવા પોલીસ મથકમાં પ્રૌઢ વયના મધુકાન્ત ગોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. માનકૂવા પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 376 (1) તથા પોકસો ધારા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. માનકૂવાના કાર્યકારી પોલીસ ઇન્સ્પેકટર જે.જી.રાણાએ કેસની તપાસ હાથ ધરી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ કેસની વિગતો આપતાં જણાવ્યું હતું કે ભુજ ખાતે ભણવા આવતી સાડા સાત વર્ષની વયની ભોગ બનનારી બાળા આરોપીના મિનિ ટેમ્પો ટાટા મેજિકમાં અન્ય છાત્રો સાથે આવજાવ કરતી હતી. આ દરમ્યાન આરોપીએ આ બાળકીને લલચાવી ફોસલાવી પોતાની પાસે ડ્રાઇવરની સીટ પાસે બેસાડી તેની સાથે શારીરિક અડપલાં કરવા સાથે જાતીય સતામણી કરી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની છાનબીન હાથ?ધરી છે. તપાસમાં સ્કૂલવાનમાં જતા અન્ય છાત્રો પાસે પણ પોલીસ વિગતો મેળવશે તેમ જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer