`કચ્છ કોંગ્રેસના ઉમેદવારને સંસદમાં પહોંચાડજો''

`કચ્છ કોંગ્રેસના ઉમેદવારને સંસદમાં પહોંચાડજો''
ભુજ, તા. 19 : કચ્છ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે ત્યારે કચ્છ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના પ્રચારમાં અંજાર-શહેરમાં ભવ્ય રોડ-શોનું આયોજન જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલ, શહેર પ્રમુખ કિશોરસિંહ જાડેજા, વિપક્ષી નેતા અકબરશા શેખ તથા તા.પં. વિપક્ષી નેતા રમેશ ડાંગરની આગેવાનીમાં યોજાયો હતો. આ પ્રસંગે ઠેર-ઠેર ઊમળકાભેર આવકાર અંગે પ્રતિભાવ આપતાં વી.કે. હુંબલ તથા નરેશ મહેશ્વરી દ્વારા લોકોનો આભાર માની લોકોને કોંગ્રેસની સાથે રહી એકતાની વાત પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને સંસદમાં મોકલવા આહ્વાન કર્યું હતું. ઉપરાંત રોડ- શો બાદ વીડી બગીચો, ગામ દેવળિયા, કુંભારિયા, બિટ્ટા (ઉ), બિટ્ટા (આ), નગાવલાડિયા, વીરા, સંઘડ, રામપર, વંડી, તુણા, માથક વિ. ગામોનો વિદ્યુતવેગી પ્રવાસ ખેડયો હતો. આ રોડ-શો, પ્રવાસ દરમ્યાન અરજણ ખાટરિયા, કરસન રબારી, દિનેશ માતા, હમીરભાઈ આહીર, અલ્પેશ દરજી, ખોડાભાઈ રબારી, દિનેશ રબારી, રામજી વિસરિયા, ભગુભાઈ આહીર, માયાભાઈ ડુંગરિયા, દિલીપસિંહ જાડેજા, રાઘુભાઈ આહીર, હાજાભાઈ, દિલીપસિંહ ઝાલા, વિનોદ ઠક્કર, ગજરાજ ઝાલા, યુવરાજસિંહ વાઘેલા, ભગવાનજી દાવડા, રમેશ ઝરૂ, ગુલામશા શેખ, હાજી ભચલશા, જયપાલ ઝાલા, જયેશ ભટ્ટ, પ્રેમજી મહેશ્વરી, ભરત માતંગ, ડેકાભાઈ આહીર, અરજણ વાઘેલા, જીતુ દાફડા, ભરત સોલંકી, ડો. રમેશ ગરવા, વિશાલ દરજી, જગદીશ ધામેચા વિ.એ ઉપસ્થિત રહી નરેશભાઈને જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer