કચ્છના સરહદી વિસ્તારને નર્મદાના પાણી ન મળતાં કેટલો સમય લોકો સહન કરશે

કચ્છના સરહદી વિસ્તારને નર્મદાના પાણી ન મળતાં કેટલો સમય લોકો સહન કરશે
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 19 : ભાજપની સરકારમાં ખેડૂતોનું પાણી ગયું, પશ્ચિમ કચ્છ સરહદી વિસ્તારમાં પવનચક્કીઓએ પર્યાવરણનો સોથ વાળી નાખ્યો. પાક લોન માફ કરવામાં પણ ભાજપે ફિલમ ચલાવી, ખેડૂતો પરેશાન છે. ખેડૂતો જમીનો માટે વલખાં અને ઉદ્યોગોને લહાણી થઈ એવું નખત્રાણા તાલુકાના મોટી વિરાણીના પોતાના હોમગ્રાઉન્ડ પર કોંગ્રેસની ચૂંટણી સભામાં ભાજપ પર પ્રહારના છગ્ગા-ચોગ્ગા ધારસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નાખ્યા હતા. શરૂઆતમાં ગ્રામ વિકાસ મંડળના પ્રમખ પરસોતમ મુખીએ સૌને આવકાર આપ્યો હતો. ગામના સરપંચ અમૃતભાઈ જેપારે આગામી પાંચ વર્ષ માટે કોંગ્રેસને જીતાડવાની વાત કરી હતી. નખત્રાણા તા. કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ આહીરે ભાજપના રાજમાં લોકો ત્રાહીમામ થઈ ગયા. ભાજપે પીડા સાથે આર્થિક રીતે પણ કમર તોડી નાખવાનો આક્ષેપ કર્યો હતો. અબડાસાના ધારાસભ્ય શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપે ગામડાને ભાંગી નાખ્યા. કોંગ્રેસન રાજમાં ખાંડના 12 રૂા. કિલોના હતા ભાજપના રાજમાં આજે નમકની થેલી 12 રૂા.માં વેચાય છે. સરહદી વિસ્તારને નર્મદાના પાણી મળતાં કેટલો સમય એ વિસ્તારના લોકો સહન કરશે ? તેમણે બોર્ડર વિસ્તારમાં પાણી 4 હજાર ટીડીએસવાળું અતિ ખરાબ થઈ ગયું છે તેવું ઉમેર્યું હતું.  રામજીભાઈ પટેલ, જેઠાભાઈ નાકરાણી, ડો. અનિલભાઈ (વેપારી મંડળના પ્રમુખ), મંગલભાઈ કટુઆ, તા.પં. સભ્યો ઓસમાણ સુમરા, રમેશ ગઢવી, અરજણ તેજાણી, ભાવેશ આઈયા (લોહાણા મહાજન પ્રમુખ), નૈતિક પાંચાણી, જયેન્દ્રસિંહ જાડેજા, વિશનજી પાંચાણી, ચંદુલાલ વાઘેલા, મુસ્તાક ચાકી, ભાવિન રાજગોર, ભાણજી રૂડાણી, પરબત કુંવટ, મૂળજી આહીર, હીરાલાલ મારાજ, હરેશદાન ગઢવી, સોરા કરીમ ગફુર, જયંત વાઘેલા તેમજ આજુબાજુ ગામોના ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નખત્રાણા તા. કોંગ્રેસના લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમખ અહમદ ખલીફાએ કર્યું હતું. આભારવિધિ નખત્રાણા તા. કોંગ્રેસ સમિતિના મહામંત્રી ખમીશા ખત્રી (નખત્રાણા)એ કરી હતી એવું અઝુભાઈ ખલીફાની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer