તલવાણામાં કોમી એકતા સાથે રૂકનશાપીરના મેળાનો આરંભ

તલવાણામાં કોમી એકતા સાથે રૂકનશાપીરના મેળાનો આરંભ
કોડાય (તા. માંડવી), તા. 19 : માંડવી તાલુકાના મોટા મેળામાં જેની ગણના થાય છે તે રૂકનુદ્દીન દાતાર (રૂકનશાપીર)ના મેળાનો રવિવારે સાંજે વિધિવત પ્રારંભ થયો હતો. પરંપરા રીતે ઉજવાતા મેળાની શરૂઆતમાં બસ સ્ટેશનથી પીર રૂકનશા દાતારની દરગાહ સુધી વાજતે-ગાજતે સંદલ નીકળી હતી. પાલારા જેલના સુપરિન્ટેન્ડેટ ડી.એમ. ગોહિલના હસ્તે મેળો ખુલ્લો મૂકાયો હતો. આગેવાનો દ્વારા ચાદરપોશી કરવામાં આવી હતી. શ્રી ગોહિલ, જોરાવરસિંહ રાઠોડ (પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ), સિવિલ સર્જન કશ્યપભાઇ બૂચ, અદાણી ફાઉન્ડેશનના શ્રી ચાવડા, માંડવીના પીએસઆઇ શ્રી ઝાલા તેમજ શ્રી સોલંકીનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો વિક્રમસિંહ જાડેજા, ગામના મોવડી, જીવુભા રાઠોડ,  સરપંચ હરિસિંહ જાડેજા, સૈયદ આલમશા (સરપંચ-મોટા આસંબિયા), ઇબ્રાહીમભાઇ જુણેજા (જુણેજા સમાજના અગ્રણી), રામજી કટુવા (એડવોકેટ),  ઉપસરપંચ હરિસિંહ ભીખુભા, કારૂભા જાડેજા, મુજાવર પરિવારના ગનીભાઇ હાલા સહિત ઉપસ્થિત  રહ્યા હતા. સંચાલન કારૂભા જાડેજા અને આભારવિધિ અકબરભાઇ હાલાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer