ભાંડુપ કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન દ્વારા યોજનાઓનું લોકાર્પણ

ભાંડુપ કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન દ્વારા યોજનાઓનું લોકાર્પણ
ભાંડુપ (મુંબઈ), તા. 19 : તાજેતરમાં અહીંના સમસ્ત કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન મહાસમિતિની માટુંગા ખાતે મળેલી બેઠકમાં `વચનપૂર્તિ' સમાજલક્ષી વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકના પ્રારંભે કુમારભાઈના નવકાર પઠન બાદ કન્વીનર બિપિન નાગડાએ સૌનું સ્વાગત કર્યું હતું. જનરલ સેક્રેટરી નિશિત દંડએ મેળાવડાની વિગતો આપી હતી. આ બેઠકમાં કુમારભાઈ દંડે ગ્લોબલકાર્ડ દ્વારા જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને યોગ્ય સહાય, મેડિકલ સમિતિના મનીષાબેન પોલડિયાએ સ્વાસ્થ્ય મિત્ર કાર્યક્રમ હેઠળ વિવિધ ગામના પ્રતિનિધિઓને મેડિકલ તાલીમ, વિરાજબેન ધુલ્લાએ નારી સશક્તિકરણ હેઠળ યોગ્ય તાલીમ, શીલ્પાબેન અજાણીએ દિવ્યાંગ સમિતિના લક્ષ્ય ભાવિન જયંત સોની પરિવાર તરફથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને પેન્શનરૂપે 4 હજારના ચેક અપાયા હતા, જે સતત ત્રણ વર્ષ સુધી અપાશે. આ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે વિવિધ કાર્યક્રમો યોજવા, સરકારની લઘુમતી યોજનાઓનો સમાજના લોકોને લાભ મળે તે અર્થે સંકલન કરવું, યુવાઓ માટે વિવિધ યોજનાઓ, માઈક્રો ફાઈનાન્સ હેઠળ નાના વેપારીઓને માર્ગદર્શન, વેપાર-વાણિજ્ય અંગે સેમિનારનું આયોજન, પશુધનને બચાવવા જીવદયા પ્રવૃત્તિ, મિલકતોની યોગ્ય જાળવણી, બદલાપુરમાં આવાસ યોજના સમિતિની યોજનાઓનું લોકાર્પણ કરાયું હતું. આ બેઠકમાં કમલેશભાઈ દંડ, રાજેશભાઈ છેડા, રાજેશ મોમાયા, હંસ બી. ખીમજી, જયેશ જૈન, અરવિંદ લોડાયા, નરેન્દ્ર દંડ, દિવ્યાબેન મોમાયા સહિતના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. વધુ વિગત માટે જયંત છેડા મો. 93222 57731, રાજેન્દ્ર ખોના મો. 93222 57191 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer