પુલવામા શહીદો માટે નારાણપર ગામે દાતા સહયોગે 1.25 લાખ આપ્યા

પુલવામા શહીદો માટે નારાણપર ગામે દાતા સહયોગે 1.25 લાખ આપ્યા
કેરા (તા. ભુજ), તા. 19 : ચોવીસીના નારાણપર ગામે શહીદોના માનમાં બંધ પાળી શ્રદ્ધાંજલિ સભા યોજી હતી. દાતાઓ, ગ્રામજનોએ દેશદાઝ દાખવી 1.25 લાખ રૂપિયાનું ફંડ `ભારત કે વીર' ખાતામાં સી.આર.પી.એફ. પરિવારો માટે એકત્ર કર્યું હતું. નૂતન સરસ્વતી વિદ્યાલય ટ્રસ્ટના નેજા હેઠળ પ્રા. શાળા તેમજ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની છાત્રાઓએ `નેશન ફર્સ્ટ'ના સંદેશ?સાથે ગામના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને અપીલ કરી હતી, જેમાં દાતાઓએ પણ ફાળો નોંધાવ્યો હતો. કુલ સવા લાખ એકત્ર?થતાં ટ્રસ્ટ અને ગામ વતી અરજણભાઇ પીંડોરિયાએ કચ્છ કલેક્ટર રેમ્યા મોહનને ચેક અર્પણ કર્યો હતો. શાળાના આચાર્યા, પ્રા. શાળા પરિવાર, કારોબારી સભ્યો વિશ્રામભાઇ હાલાઇ, રામજી સેંઘાણી, ગોવિંદભાઇ ભુડિયા તેમજ સહયોગી તમામની નોંધ લેવાઇ હતી. કલેક્ટરે ગામની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી. નારાણપરના મહાજન, બ્રહ્મસમાજ, પટેલ સમાજ, અનુ. જાતિ, જનજાતિ, લઘુમતી સૌએ શ્રદ્ધાંજલિ સભામાં ભાગ  લીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer