મિશ્રા આઇપીએલમાં 1પ0 વિકેટ લેનારો ભારતનો પહેલો બોલર

નવી દિલ્હી તા.19: દિલ્હી કેપિટલનો અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રા આઇપીએલમાં 1પ0 વિકેટ પૂરી કરનારો પહેલો ભારતીય બોલર બન્યો છે. ગુરુવારના મેચમાં મિશ્રાએ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને બોલ્ડ આઉટ કરીને આ વિશિષ્ટ સિધ્ધિ મેળવી હતી. 36 વર્ષીય અમિત મિશ્રાની આઇપીએલની આ 140મી મેચ હતી. આઇપીએલમાં સૌથી વધુ ત્રણ વખત હેટ્રિક લેવાનો રેકોર્ડ પણ અમિત મિશ્રાના નામે છે. આઇપીએલમાં સૌથી વધુ 161 વિકેટ શ્રીલંકાના ઝડપી બોલર લાસિથ મલિંગાના નામે છે. જયારે કોલકતા તરફથી રમતા પિયૂષ ચાવલાએ 1પ2 મેચમાં 146 વિકેટ લીધી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer