હાઇકોર્ટના આદેશ છતાં પોલીસે ન ગણકારતાં દેશી વહાણ અટક્યાં

ગાંધીધામ, તા. 19 : તુણાની એક શિપિંગ કંપનીએ મંગાવેલા બે દેશી વહાણો માટે જરૂરી ઇમિગ્રેશનવિધિ કરવા કંડલા મરીન પોલીસને જાણ કર્યા પછી હાઇકોર્ટના આદેશનો હવાલો અપાયા છતાં પોલીસે આ કાર્યવાહી નહીં કરતાં શિપિંગ કંપનીએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરી છે.આયાત-નિકાસ સાથે સંકળાયેલી શબીના ગ્રુપ એન્ડ કંપનીએ પોલીસવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગત તા. 15/4ના તેમણે મંગાવેલા બે દેશી વહાણ તુણા બંદરે આવ્યા હતા. આ દેશી વહાણોને પરત જવા જરૂરી ઇમિગ્રેશનની કામગીરી કંડલા મરીન પોલીસે કરવાની રહે છે. કંડલા મરીન પોલીસને આ અંગે વિનંતી કરાઇ હતી અને હાઇકોર્ટનો આદેશ પણ બતાવાયો હતો છતાં જવાબદાર અધિકારીઓએ આ કામગીરી કરવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોલીસ ના-વાંધા પ્રમાણપત્ર ન આપે ત્યાં સુધી આ વહાણો પરત જઇ?શકે નહીં તેથી પોલીસવડાને આ અંગે યોગ્ય કરવા અનુરોધ કરાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer