વરસામેડીમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારાતાં ચકચાર

ગાંધીધામ, તા. 19 : અંજાર તાલુકાના વરસામેડી ગામમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના મામલે બે શખ્શો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ બાગેશ્રી 1માં રહેતા આરોપી નવીન ઉમેદ જાંગડા અને સંદીપ સતવીર જાંગડા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએઁ અપરહણ અને બળાત્કારના આ બનાવને ગત તા.14 ના સવારે 10 વાગ્યાથી તા.15.4ના સવારે 6 વાગ્યાના અરસામાં અંજામ આપ્યો હતો. આરોપી નવીન અને ભોગ બનનાર સગીરાના પિતા પરિચિત હતા. ફરિયાદીના પત્ની બીમાર પડતાં તેઓ આસામ  ચાલ્યા ગયા હતા આરોપી તેમની ખબરઅંતર પૂછવા આસામ ગયો હતો. અને ત્યાંથી સારા તબીબને  ગાંધીધામ બતાવવાનું કહી આસામથી તેમના પરિવારને ગાંધીધામ લાવ્યો હતો. આરોપીએ તેના ઘરે બાગ્રેશ્રી-1માં જ આસરો આપ્યો હતે. આમ પરિવારને વિશ્વાસમાં લીધા બાદ નરાધમે ફરિયાદીની 15 વર્ષીય દીકરીનું અપરહણ કરી તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અન્ય આરોપી સંદીપે ફરિયાદીને ધાકધમકી કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અંજાર પી.આઈ બી.આર.પરમાર ચલાવી રહ્યા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer