ક્રિકેટ સટ્ટાની બદી જારી : ગાંધીધામમાં એક જણ ઝડપાયો

ગાંધીધામ, તા. 19 : તાજેતરમાં આદિપુર ખાતે એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટુકડીએ ક્રિક્ઁટ સટ્ટો રમતા મોરબી રાજકોટના શખ્શોને ઝડપી પાડયા બાદ ગઈકાલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે પણ આઈ.પી.એલ.ની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્શને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે બી-ડિવિઝન  પોલીસે  ગત  મોડીરાતના અરસામાં સથવારા કોલોની સેકટર પાચમાં 117 નંબરના મકાનમાં દરોડો પાડયો હતો. આરોપી પ્રવીણ કાનજી સથવારાને આઈપીએલની મુંબઈ ઈન્ડિયન અને દિલ્હી કેપિટલની મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.આ કાર્યવાહી દરમ્યાન તેના કબ્જામાંથી રોકડા રૂ. 1150, 3 નંગ મોબાઈલ ફોન સહિત રૂ.26150નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ અંગેની વધુ તપાસ કીર્તિ ઘેડિયા ચલાવી રહ્યા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer