રુકશાના ખૂનકેસમાં ત્રણ આરોપીની જામીન અરજી જિલ્લા કોર્ટમાં નામંજૂર

ભુજ, તા. 19 : શહેર સહિત કચ્છભરમાં અને ખાસ કરીને લઘુમતી સમાજમાં ભારે ચકચારી બનેલા અત્રેના રુકશાના માંજોઠી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ હતી. અત્રેના આઠમા અધિક સેશન્સ જજ આશિષ જે.એસ. મલ્હોત્રા દ્વારા આરોપીઓ ભુજના શબ્બીરહુશેન જુશબ માંજોઠી, અલ્તાફ અબ્દુલ્લ માંજોઠી અને મામદ ઓસમાણ કુંભાર માટે મુકાયેલી જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આજે આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી હાજર રહ્યા હતા. જેમની જામીન અરજી આજે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી તે ત્રણ આરોપીઓ પૈકીના શબ્બીરહુશેન માંજોઠી અને અલ્તાફ માંજોઠીએ મૃતક રુકશાનાના પતિ એવા મુખ્ય આરોપી ઇસ્માઇલ માંજોઠી અને જાવેદ માંજોઠીના કહેવાથી રુકશાનાની એક સ્થળે દટાયેલી લાશને બહાર કાઢી તેને કારમાં લઇ જઇને બીજી જગ્યાએ દાટી હતી. તો મામદ કુંભારે આ કારના લોહીના દાગવાળા સીટ કવર કાઢી તેને સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. આ ભૂમિકા બદલ તેમની ધરપકડ કેસમાં કરાઇ છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer