ભડલી બળાત્કાર કેસ મુદ્દે તાલુકા આરોગ્ય ટીમની તપાસ

ભુજ, તા. 19 : નખત્રાણા તાલુકાના ભડલી ગામે વાડીમાં કામ કરતી આદિવાસી સગીર વયની કન્યા પર થયેલા બળાત્કાર મુદ્દે તાલુકા આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા મુજબ નખત્રાણા તાલુકાના ભડલી ગામે વાડીમાં મજૂરીકામ કરતી 17 વર્ષીય આદિવાસી તરુણી પર થયેલા બળાત્કાર બાદ તેણે ગર્ભપાતની ગોળીઓ ખાઈ લીધી હોવાનું આરોગ્યતંત્ર દ્વારા નિમાયેલી તાલુકા ટીમ દ્વારા પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પરંતુ આ ગોળીઓ તેણીએ જાતે ખાધી છે કે તેને બળજબરીથી ખવડાવાઈ છે તેની તપાસ ચાલુ છે. આ યુવતી આઈ.સી.યુ.માં બેભાન અવસ્થામાં દાખલ હોઈ તેનું તથા તેના માતા-પિતાનું નિવેદન લેવાનું બાકી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer