રતિયાની સીમમાં પિતા-પુત્ર પર પશુપાલકોનો હુમલો

ભુજ, તા. 19 : તાલુકાનાં રતિયા ગામની સીમમાં વાડીમાં બકરા ચરાવવા માટેની ના પાડવાના મુદ્દે વાડીમાલિક પિતા-પુત્ર ઉપર પશુપાલકોએ લાકડીથી હુમલો કર્યો હતો. આજે સવારે બનેલી આ ઘટનામાં ઘાયલ થયેલા સુખપર ગામના હીરજી કાનજી હીરાણી (ઉ.વ. 57) અને રમેશ હીરજી હીરાણી (ઉ.વ. 27)ને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વાડીમાં બકરા ચરાવવાની ના પાડતાં બકરાવાળાએ અન્ય માણસોને બોલાવી લાકડીથી આ હુમલો કર્યો હતો, તેમ પોલીસ સમક્ષ લખાવાયું છે. માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer