વર્ધમાનનગર ગ્રામ પંચાયત દ્વારા ઝીંકાયેલા અસહ્ય વેરાનો વિરોધ

વર્ધમાનનગર (તા. ભુજ), તા. 19 : તાલુકાના માધાપર ગામની ભાગોળે આવેલા ભુજોડી  ગામમાંથી છૂટા પડી નવી રચાયેલી વર્ધમાનનગર ગ્રામ પંચાયત દ્વારા લોકોને વિશ્વાસમાં લીધા વિના તેમજ ગ્રામસભામાં પ્રસ્તાવ રજૂ કર્યા સિવાય અસહ્ય વેરા ઝીંકવામાં આવ્યા હોવાનો આક્ષેપ 200 જેટલા રહેવાસીઓએ કર્યો છે. વર્ધમાનનગરના સોસાયટી વિસ્તારના અંદાજે 200 જેટલા રહેવાસીઓએ સરપંચને પાઠવેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે, આ ગામમાં રહેનારા લોકોને વિશ્વાસમાં લેવાયા નથી અને વેરા વધારી નાખવામાં આવ્યા છે. જેમાં પાણીના અગાઉ 350 હતા જેમાં તોતિંગ વધારો કરી 600, લાઇટ વેરો 20ના બદલે 100 જેમાં સીધો 400 ટકા વધારો અને મકાન વેરામાં 100ના 150 કરી પ્રજાની કમર તોડવાનો પ્રયાસ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ વેરાઓ રદ્દ કરી ગ્રામસભામાં ગામલોકો નક્કી  કરે તે નવા વેરા વસૂલવા માંગ કરાઇ?છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer