જન્મભૂમિ પત્રો એટલે લોકલક્ષી પત્રકારિત્વનો અરીસો

જન્મભૂમિ પત્રો એટલે લોકલક્ષી પત્રકારિત્વનો અરીસો
અમદાવાદ તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં અને તેની આસપાસમાં વસતા કચ્છી સમાજના પાંચેક હજાર પરિવારોના પ્રતિનિધિ જેવા અગ્રણીઓ, કચ્છી સમાજ, કચ્છી જૈન સમાજ, કચ્છી કડવા પાટીદાર, કચ્છી લોહાણા સમાજ, કચ્છી મારૂ સોની, સમાજના મોવડીઓ સાથે જન્મભૂમિ અખબાર જૂથના કચ્છથી પ્રસિદ્ધ થતા અખબાર `કચ્છમિત્ર' સાથે સ્નેહમિલન યોજાયું હતું, જેમાં કચ્છી સમાજના અગ્રણી અશોકભાઇ મહેતા, કચ્છી જૈન સમાજના પ્રતાપભાઇ દંડ, પટેલ ટ્રાવેલ્સવાળા મેઘજીભાઇ પટેલ, સાર્પેક્ષ એન્જિનીયરિંગવાળા અરુણભાઇ પટેલ, કચ્છી કડવા પાટીદાર સમાજના કાંતિભાઇ પટેલ, કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઇ ગડેચા, કચ્છી મારૂ સોની સમાજના અગ્રણી અતુલભાઇ સોની, નાગર સમાજના શ્રૃતમ વોરા, દર્શન વૈષ્નવ, એમ.એન. વૈષ્નવ, ભાટિયા સમાજ, કચ્છી મચ્છુ કઠિયા સઇ સુતાર, સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડિરેકટર કાર્ડિયોલોજિસ્ટ ડો. ધીરેનભાઇ શાહ, ભોલાભાઇ ગોલીબાર, જાણીતા લેખક દિનકર મહેતા, દિનેશભાઇ મહેતા, મનુભાઇ કોરડિયા, ઘનશ્યામભાઇ ઠક્કર, હીરજીભાઇ પટેલ, પ્રફુલ્લભાઇ ટાંક, રવિ પેથાણી તેમજ મોટી સંખ્યામાં કચ્છી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ કચ્છમિત્ર અને જન્મભૂમિ પત્રોના લોકલક્ષી પત્રકારિત્વ અને વિશ્વસનીયતા બિરદાવ્યા હતા. આ સમારંભમાં કચ્છના વિવિધ સમાજના અગ્રણીઓએ કેટલાક ઉપયોગી સૂચનો કર્યા હતા. તેમણે એકસૂરે જણાવ્યું હતું કે, કચ્છમિત્ર અમારું અખબાર છે, જે દિવસે પ્રસિદ્ધ થાય તે જ દિવસે અમને મળે તે રીતની વ્યવસ્થાને એકઅવાજે વધાવી હતી. જ્યારે કચ્છી સમાજ અમદાવાદમાં રહે છે તેમની પ્રવૃત્તિઓના વધુમાં વધુ સમાચારો આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે. ભુજ મર્કન્ટાઇલ બેંકના ચેરમેન મહેન્દ્રભાઇએ અમદાવાદ શાખામાં કચ્છના જોડાયેલા ખાતેદારોને એક વર્ષ સુધી કચ્છમિત્રની કોપી મળે તે અંગેનું લવાજમ સ્પોન્સર કરવા તૈયારી દાખવી હતી. આ ઉપરાંત રસપ્રદ પ્રશ્નોત્તરી અને રજૂઆતો થઇ હતી. આ પ્રસંગે ફૂલછાબના મેનેજર નરેન્દ્રભાઇ ઝીબાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને સંસ્થાની વિશેષતા જણાવી હતી. જ્યારે કચ્છમિત્રના મેનેજર શૈલેષભાઇ કંસારાએ કચ્છમિત્ર જે દિવસે પ્રસિદ્ધ થાય તે જ દિવસે અન્ય અખબારોની સાથે સવારે જ મળે તેવી કચ્છીઓની માગણીને અનુસરવાના પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. જન્મભૂમિ અમદાવાદ બ્યૂરોના ચીફ વિક્રમભાઇ સોનીએ મહેમાનોનું સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કચ્છમિત્રના સર્ક્યુલેશન મેનેજર મનોજભાઇ વૈદ્યે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં કચ્છી સમાજના અશોકભાઇ મહેતા તથા જૈન સમાજના પ્રતાપભાઇનો વિશેષ સહયોગ સાંપડયો હતો. અમદાવાદ બ્યૂરોના જાહેરખબર વિભાગના મુકેશ પ્રજાપતિ સહાયક બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer