ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં સ્મિથ અને વોર્નરનો સમાવેશ

સિડની, તા. 1પ : બોલ ટેમ્પરિંગ પ્રકરણને લીધે એક વર્ષનો પ્રતિબંધ સહન કરનાર સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નરનો ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરાયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે વર્લ્ડ કપની જાહેર કરેલી 1પ ખેલાડીની ટીમમાં પૂર્વ સુકાની સ્મિથ અને પૂર્વ ઉપસુકાની વોર્નરને તક આપી છે. આથી બન્નેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી પણ થશે. હાલ બન્ને આઇપીએલમાં રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં મિડલઓર્ડર પીટર હેન્સકોબ અને અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવૂડને જગ્યા મળી નથી. હાલમાં ભારત અને પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી જીતનાર ઓસી ટીમના મોટા ભાગના ખેલાડીઓ જળવાઇ રહ્યા છે. એરોન ફિંચ કેપ્ટન તરીકે રહેશે. છેલ્લે 201પના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી. ઓસી પસંદગીકાર ચેરમેન ટ્રેવર હોન્સે હેન્સકોબને પસંદ ન કરવા પર કહ્યંy છે કે તેને ઇજા છે. આગામી એશિઝ સિરીઝ ધ્યાને રાખીને અમે કોઇ જોખમ લેવા માગતા નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ : એરોન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાઝા, સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર, શોન માર્શ, ગ્લેન મેકસવેલ, એલેકસ કેરી (વિકેટકીપર), માર્ક સ્ટોઇનિશ, જેસન બેહરનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઝાય રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને એડમ ઝમ્પા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer