પાક ટીમ ત્રીજી ફેવરિટ ટીમ : ઇયાન મોર્ગન

લંડન, તા. 1પ : વિશ્વ કપના યજમાન દેશ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનના મતે પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની ત્રીજી ફેવરિટ ટીમ છે. 30 મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં યુએઇમાં રમાયેલી વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનનો પ-0થી સફાયો કર્યો હતો. આમ છતાં ઇંગ્લેન્ડના સુકાની મોર્ગનનું માનવું છે કે પાક. ટીમ અપસેટ કરી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer