રતનાલમાં વ્રજપ્રભાવગ્રંથ જ્ઞાનયજ્ઞ

રતનાલમાં વ્રજપ્રભાવગ્રંથ જ્ઞાનયજ્ઞ
રાયધણપર (તા. ભુજ), તા. 15 : રતનાલ ગામે વ્રજપ્રભાવગ્રંથ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન થતા ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન દાંડિયારાસ-સંતવાણી કૃષ્ણજન્મ સહિતના પ્રસંગો ધૂમધામથી ઊજવાયા હતા. સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજે વ્યાસપીઠ ઉપરથી વ્રજપ્રભાવગ્રંથ કથાનું રસપાન કરાવ્યું હતું. રતનાલ સચ્ચિદાનંદ મંદિરના મહંત ભગવાનદાસજીએ પણ ધર્મબોધ આપ્યો હતો. રતનાલ સરપંચ ત્રિકમભાઇ વરચંદના સહયોગથી સમસ્ત ગાંગા નારણ વરચંદ દોઢિયેવારા પરિવાર આયોજિત કથામાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ આહીર, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, અગ્રણી ગોપાલભાઇ ડાંગર, ભાજપ અગ્રણી માવજીભાઇ ગુંસાઇ, આહીર અગ્રણી રાણા રવા ડાંગર, સતીશભાઇ છાંગા, ચાંદ્રાણી સરપંચ ધનજી ગોવિંદ હુંબલ, સજુભા જાડેજા (ખેડોઇ), સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાનું મુખ્ય આકર્ષણ એ રહ્યું હતું કે, કચ્છમાં પ્રથમ વખત દેશી ગાડાની વ્યાસપીઠ ઉપરથી મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે કથારસ પીરસ્યો હતો. યજનામન પરિવાર દ્વારા સતાપર સ્થિત ગોવર્ધન આહીર કન્યા છાત્રાલય માટે 1 રૂમ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રતનાલ ખાતે કથા દરમ્યાન જાણીતા કથાકાર જિજ્ઞેશદાદાએ પણ મુલાકાત લઇ વક્તવ્ય આપ્યું હતું. તેમની સાથે યુવક અગ્રણી મનજી મેમા હુંબલ સાથે રહ્યા હતા. આ જ્ઞાનયજ્ઞ દરમ્યાન રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિત હરિ હીરા જાટિયા, પૂંજાભાઇ ચાવડા, લક્ષ્મણ તેજા આહીર, ગોવિંદભાઇ કોઠારી, નિયતિબેન પોકાર, રસિકબા જાડેજા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. કથા દરમ્યાન કાર્યક્રમ સંચાલન યુવા અગ્રણી રણછોડ આહીરે સંભાળ્યું હતું. યુવક અગ્રણીઓ ત્રિકમભાઇ આહીર, કાનજીભાઇ આહીર, રાધેશ્યામ આહીર, ડો. નવઘણ આહીર, વગેરેએ આયોજન વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer