દામજીભાઈ એન્કરવાલાનાં મોટા બહેન ઝવેરબેન ગાલાનું અવસાન

દામજીભાઈ એન્કરવાલાનાં મોટા બહેન ઝવેરબેન ગાલાનું અવસાન
મુંબઈ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઈ એન્કરવાલા અને જાદવજીભાઈ એન્કરવાલાનાં મોટા બહેન ઝવેરબહેન નાનજી ગાલા (બારોઈ)નું 13મી એપ્રિલે મુંબઈમાં હૃદયરોગના હુમલામાં અવસાન થયું છે. ઝવેરબેન ધર્મમય જીવન જીવ્યાં હતાં. પતિ નાનજીભાઈનો ગોળનો જથ્થાબંધ વેપાર હતો. 1974માં પતિનું અવસાન થયા પછી પરિવારનું સુકાન સુપેરે સંભાળ્યું હતું. તેમના મોટા પુત્ર પ્રદીપભાઈએ જણાવ્યું કે, અમારા બા ખૂબ કરકસરવાળાં હતાં. હું છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યાં સુધી અમારા કપડાં જાતે સીવીને આપતાં. પિતાજી ગુજરી ગયા ત્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો. મને સમજાવી-હિંમત આપીને દુકાને બેસાડયો. '71થી '74 સુધી મફતલાલ બાથમાં સ્વિમિંગ માટે નિયમિત જતા. વિદેશપ્રવાસના શોખીન હતાં. અમેરિકા તો સાત વાર ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer