સાંસદે કોઇ ગ્રાંટ જ ન ફાળવી : ચાર હજાર ટી.ડી.એસ.નું પાણી હાનિકારક : સલીમ જત

સાંસદે કોઇ ગ્રાંટ જ ન ફાળવી :   ચાર હજાર ટી.ડી.એસ.નું   પાણી હાનિકારક : સલીમ જત
મુંદરા વિસ્તારના કોંગ્રેસ માટેના કી-ફેકટર આગેવાન જિલ્લાના લઘુમતી સમાજના અગ્રણી-જિલ્લા પંચાયતના સદસ્ય હાજી સલીમભાઇ જત સાંસદને આડે હાથ લેતાં જણાવે છે કે પાંચ વર્ષમાં સાંસદે કોઇ જ ગ્રાંટ આ વિસ્તારને આપી નથી અને આજે આખો તાલુકો 2700થી 4000 ટી.ડી.એસ. સાથેનું પાણી પીએ છે. જે આરોગ્ય માટે હાનિકારક છે. નજીવી આરોગ્ય સુવિધા વચ્ચે વિકસિત મુંદરા અને બારોઇમાં ટપાલી પણ ન હોવાનું કહેતાં તેમણે સાંસદને સંલગ્ન બંદરને સંલગ્ન રસ્તાનો અભાવ, ઉતારૂ રેલવે અને સરકારી શાળાનો અભાવ, શિક્ષકોની ઘટ તથા સેઝને જમીન ફાળવ્યા બાદ તેનો વિકાસ ન થવો અને માછીમારો માટે રસ્તા અને ગૌચર ન રહ્યા હોવા સહિતના મુદ્દે પ્રહારો કર્યા હતા. તાલુકામાં 10 પાંજરાપોળ છે પણ કયાંય ઘાસડેપો ખોલાયો ન હોવાનું કહેતાં શ્રી જતે એવો પણ વાર કર્યો હતો કે ભાજપના શાસનમાં મુસ્લીમ સમુદાય માટે કોઇ નોંધપાત્ર કામ થયા નથી. કેસરિયા પક્ષનું શાસન લઘુમતીઓ પરત્વે કિન્નાખોરી સાથેનું હોવાનું કહેતાં તે સંદર્ભના દાખલા આપી તાલુકામાં કોંગ્રેસની લીડ બરકરાર રાખવાનો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer