ભારે પવનમાં ના. સરોવરના દરિયામાં ડૂબતી બે માછીમાર બોટ બચાવાઈ

ભારે પવનમાં ના. સરોવરના દરિયામાં   ડૂબતી બે માછીમાર બોટ બચાવાઈ
નારાયણ સરોવર (તા. લખપત), તા. 15 : આજે ફૂંકાયેલા ભારે પવને આ વિસ્તારમાં પણ ચિંતા ફેલાવી હતી. સવારના અરસામાં અહીંના દરિયામાં ગયેલી બે માછીમાર બોટ ડૂબતી હતી તેને માછીમારો દ્વારા બચાવી લેવાઈ હતી. ઓસમાણ ભડાલાએ આ બાબતે સવારે 9.15 વાગ્યાના અરસામાં વિગતો આપી હતી. નારાયણ સરોવરથી કોટેશ્વર જતા માર્ગ ઉપર એક થાંભલો પવનની માર સહી ન શકતાં પડયો હતો. તો ચારેક સ્ટ્રીટ લાઈટોના કાચ તૂટયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer