રાપરમાં કારની હડફેટે ગાયનું થયેલું મોત

ગાંધીધામ, તા. 15 : રાપરના જી.ઈ.બી.ના ગેઈટ સામે રોડ ઉપર કારની હડફેટે એક ગાયનું મોત થયું હતું. રાપરની જી.ઈ.બી. કચેરી નજીક ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. આ માર્ગ પરથી પસાર થનારી એક ગાયને કાર નંબર જી. જે. 12 એ. એન. 9713ના ચાલકે હડફેટમાં લેતાં આ અબોલ જીવને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેનો જીવ ગયો હતો. આ કારચાલક વિરુદ્ધ રમેશ વિરભણ કોળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer