કચ્છમાં પોસ્ટલ બેલેટથી 4261 જણનું મતદાન

ભુજ, તા. 15 : કચ્છમાં લોકસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા આમ તો શરૂ થઇ ગઇ છે. જે કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે તેઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરતાં બે દિવસમાં 4261 મત પડયા હતા. નાયબ ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે બે દિવસથી પોસ્ટલ બેલેટ વડે મતદાન ચાલુ છે. જેમાં ગઇકાલે 1997 જણે મતદાન કર્યું હતું તો આજે 2264 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer