પાર્શ્વવલ્લભ ઈન્દ્રધામ તીર્થમાં ચાલતી શાશ્વતી આયંબિલની ઓળીની આરાધના

ભુજ, તા. 15 : મોટા યક્ષ પાસે આવેલા પાર્શ્વવલ્લભ ઈન્દ્રધામ તીર્થ પ્રવર્તિની પદ વિભૂષિતા પૂ. સાધ્વી હેમલતાશ્રીજી આદિ ઠાણા-8ની નિશ્રામાં ચૈત્ર માસની શાશ્વતી આયંબિલની ઓળીની આરાધના ચાલી રહી છે. આ નવ દિવસના તપોત્સવ દરમ્યાન સામૂહિક ભક્તામર, સ્નાત્રપૂજા, દેવવંદન, શ્રીપાલ મયણા રાસનું વાંચન, નવપદજીના હૃદયસ્પર્શી પ્રવચન, સંધ્યાભક્તિ જેવા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરાયું છે. સાધ્વી જ્યોતિપ્રજ્ઞા શ્રીજી મ.સા.એ પ્રવચનમાં આયંબિલ ત5નું મહત્ત્વ સમજાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અને `શ્રાવકરત્ન' વીરસેનભાઈ શાહે તપસ્વીઓની અને આ સમગ્ર ઓળીનો લાભ લેનાર સદ્ગૃહસ્થ ગુરુભક્તની અનુમોદના કરી હતી. શાશ્વતી આયંબિલની ઓળીની વ્યવસ્થા હેમાંગભાઈ શાહ, દિલીપ મહેતા, હિતેશ શાહ, હેમાંગ મહેતા, હરેશ શાહ, જીત શાહ, મલય શાહ, મોક્ષ શાહ દ્વારા સંભાળવામાં આવી હતી, તેવું સંસ્થાના મીડિયા સેલ કન્વીનર કેતન શાહે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer