ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મતભેદ સપાટીએ

ભુજ, તા. 14 : શહેરમાં આજે લોકસભાની ચૂંટણી માટેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સતાપક્ષ ભાજપના અગ્રહરોળના હોદ્દેદરો વચ્ચેના અહમનો ટકરાવ ફરી એકવાર સોડા-બાટલીના ઊભરાની જેમ સ્પષ્ટપણે બહાર આવી જતાં  વરવો માહોલ સર્જાયો હતો. કચ્છની બેઠક જાળવી રાખવા મહેનત કરી રહેલા યુવા કાર્યકર્તાઓને હતાશા થઇ હોવાનું જાણવા મળે છે. મતદાનને આડે 9 દિવસ જ બાકી છે ત્યારે  શિસ્તબદ્ધ કેસરિયા પક્ષના આંતરિક જૂથવાદને ઉજાગર કરતા આ ધમાલિયા ઘટનાક્રમનો મામલો ભાજપના મોવડીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તૂ તૂ મૈં મૈં વચ્ચે મામલો ગરમ બન્યો હતો. ભુજ શહેરના વિકાસકામોને લઇને અને સુધરાઇ સભ્યોની કામગીરીને મુદ્દે પણ ચકમક ઝરી હતી. સમગ્ર મામલાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને મહામંત્રી કે.સી. પટેલ સમક્ષ રજૂઆત થઇ હોવાનું જાણવા મળે છે. દરમ્યાન નવી મુદ્દત મેળવવા ચૂંટણી લડી રહેલા વિનોદ ચાવડા પ્રવાસમાં હોવાથી  હાજર ન હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer