અમે તો મતદાન કરશું જ, સાથે સાથે અમારા પરિવારને પણ પ્રેરિત કરીશું

અમે તો મતદાન કરશું જ, સાથે સાથે અમારા પરિવારને પણ પ્રેરિત કરીશું
ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકામાં વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં કામ કરતા મહિલા કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરવા માટે તથા તેમના હક્કો અંગે જાગૃત કરવા નોડલ ઓફિસર, માઇગ્રેટરી વર્કસ અને મદદનીશ?શ્રમ આયુક્ત-ગાંધીધામના નેજા હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મતદાન અંગે વિવિધ જાણકારી તેમજ માહિતી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2019માં વધુ ને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણીપંચ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ?ધરવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત આ કાર્યક્રમમાં કંપનીના 1250 મહિલા કર્મચારીઓએ સામૂહિક રીતે મતદાન કરવાના શપથ?લીધા હતા. તેટલું જ નહીં આ મહિલાઓ પોતે જ નહીં પણ તેમના  પરિવારજનોને પણ મતદાન કરવા અંગે પ્રેરિત કરશે તેવી કટિબદ્ધતા દર્શાવી હતી. આ ઉપરાંત 23મી એપ્રિલ મતદાન દિવસે સવેતન રજા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. લોકશાહી પર્વ પ્રસંગની ઉજવણી થઇ રહી છે ત્યારે તેમાં દેશના સૌ મતદાતાઓ સહભાગી બને તે માટેના થયેલા આ પ્રયાસ માટે કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર, માઇગ્રેટરી વર્કર્સ અને મદદનીશ શ્રમ આયુક્ત-ગાંધીધામ એ. એ. ડાયમા, ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ ડાયરેક્ટર બી. કે. ચારણ તથા વેલસ્પન ઇન્ડિયાના અલ્પેશ?એમ. મકવાણાએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer