જખૌમાં ઓધવરામજી મહારાજનો 130મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

જખૌમાં ઓધવરામજી મહારાજનો 130મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો
નલિયા (તા. અબડાસા), તા. 14 : અબડાસા તાલુકાના જખૌ ગામે ઓધવરામ મંદિર ખાતે ભગવાન શ્રી ઓધવરામનો 130મો જન્મોત્સવ અને રામનવમી ઉત્સવની બેદિવસીય ઉજવણી જખૌ ભાનુશાલી ચે. ટ્રસ્ટ, જખૌ ભાનુશાલી મહાજન, કચ્છી ભાનુશાલી દેશ?મહાજનનાં સાંનિધ્યમાં કરાઇ હતી.પ્રથમ દિવસે પૂજન, ધ્વજારોહણ, સાંજે જીતુભાઇ વાંઢાયવાળા દ્વારા સંધ્યાપાઠ, રાત્રે લક્ષ્મણ બારોટ, તેજદાન ગઢવી, ભગવતીબેન ગોસ્વામી, વસંત ભાનુશાલી, અનવર મીર વગેરે કલાકારોની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 6.30 લાખની ઘોર થઇ હતી. રમામા (હરિદ્વાર), મૃદુલા માતાજી, વસુમતીબેન વગેરેએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા.ગાંધીધામ, આદિપુર, ભુજથી બાઇક રેલી તેમજ ઓધવ આશિષ રથ જખૌ પહોંચ્યો હતો. માર્ગમાં ઠેર-ઠેર તેમનું સ્વાગત કરાયું હતું. જયશ્રીબેન રમેશ કરમશી દામા પરિવાર મુખ્ય યજમાન જ્યારે મહાપ્રસાદનો લાભ લીલાવંતીબેન હેમરાજ ત્રિકમજી ગજરા પરિવારે લીધો હતો. ધ્વજારોહણ, રામઝૂલો, ઓધવરામઝૂલાના યજમાન પદનો લાભ ડેમાબાઇ લધારામ મીઠિયા, ગંગાબેન દામજી દયાળજી મોટાણી, કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા-ગાંધીધામે લીધો હતો.રામનવમીના દિવસે ભજન-કીર્તન, ધાર્મિક નારા સાથે નીકળેલી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. માર્ગમાં ગાંધીધામ સખી મંડળ દ્વારા દેશભક્તિની નાટિકા રજૂ કરાઇ હતી. દેશાવરથી પણ મોટી સંખ્યામાં ભાનુશાલી જ્ઞાતિજનો સ્થાનિકે આવ્યા હતા.આ પ્રસંગે જખૌ ભાનુશાલી ચે.?ટ્રસ્ટના પ્રમુખ તુલસીભાઇ?દામા, ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક મનજીભાઇ?ભાનુશાલી, દેશ?મહાજનના પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઇ ભાનુશાલી, જખૌ ભાનુશાલી મહાજનના પ્રમુખ?માધવજીભાઇ?ભદ્રા, સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઇ?નંદા, ગાંધીધામ, આદિપુર, ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખો દામજીભાઇ?જોયસર, પ્રહ્લાદભાઇ?ધુકેર, શંભુભાઇ?નંદા વગેરે કચ્છ અને બૃહદ કચ્છમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer