આજથી મોગલધામમાં ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

આજથી મોગલધામમાં ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ભચાઉ, તા. 14 :તાલુકાના કબરાઉ ગામે આવેલા મોગલધામ ખાતે આઇશ્રી પૂ. મોમાય માતાજી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 15, 16 અને 17 એમ ત્રણ દિવસ દરમ્યાન યોજાશે. નશાબંધીનું કામ આ જગ્યા પર થાય છે. અત્યાર સુધી સેંકડો યુવાનો, જૂના વ્યસનીઓ વ્યસન મૂકી અને પોતાનું જીવન સુધાર કરી દર મંગળવારે આઇશ્રી મોગલ મા દ્વારે માથું ટેકવવા આવે છે. ત્રણ દિવસ સ્વ. બહાદુરસિંહ ભુરાજી જાડેજા પરિવારના વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા-ધારાસભ્ય, માંડવી અને પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સભા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (ચેરમેન ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બ. સમિતિ), મહાવીરસિંહ જાડેજા (ખેડૂત અગ્રણી)ના મુખ્ય યજમાન પદે કાર્યક્રમ યોજાયો છે. તેમજ કુલદીપસિંહ જાડેજા (પ્રમુખ ભચાઉ નગરપાલિકા) સહયોગી બની રહ્યા છે, પૂજા, યજ્ઞ પ્રસંગમાં જયદીપસિંહ જાડેજા, હરદીપસિંહ લાભ લેશે.પૂ. બાપુશ્રી સામતભા ગઢવી (મોગલધામ)એ કહ્યું કે, વર્તમાન કાળમાં દવા અને દુઆની આવશ્યકતા છે. અંધશ્રદ્ધા માનવીને ગાંડા, પાયમાલ કરે છે. ભુવા-હકીમથી સાવધ રહેવું, ચારણના દીકરા ભક્ત ઉપાસક હોય, દીકરીયું ખુદ માતાજી છે. ગાય, ગરીબ, દીકરી, સાધુ, બ્રાહ્મણને વધુ હોય તો આપો, અજાણ્યાથી દૂર રહો - એવા આવનારા ભક્તોને સદાય આશીર્વચન આપતા રહે છે. સામતભા ગઢવી કહે છે, અહીં હજારો બરબાદ થતી જિંદગીઓ બચી છે. આ મા મોગલની સાક્ષીએ ભાવિકોની હાજરીમાં દારૂ મૂકે છે, પછીથી ઇચ્છા નથી થતી.અત્રે નોંધીએ તો ભુજથી 65 કિ.મી. અને ભચાઉથી 15 કિ.મી. દૂર આઇશ્રી મોગલધામની જગ્યા આવેલી છે. ચા-પાણી, અન્નક્ષેત્ર અવિરત ચાલે છે, દાનપેટી પહોંચ પ્રથા કોઇ પણ  રીતે નાણા મુકવાની મનાઇ છે. રવિવાર, મંગળવારે કચ્છ આવતા પ્રવાસીઓ અને માઇભક્તોની મોટી ભીડ રહે છે. એવા સ્થાનકે ત્રણ?દિવસના ઉત્સવ પ્રસંગે સેવકો તૈયારીમાં જોડાયા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer