માંડવીમાં 192 માસમાં હિમોગ્લોબીન વધારવાની 26 લાખ ગોળીનું વિતરણ

માંડવીમાં 192 માસમાં હિમોગ્લોબીન વધારવાની 26 લાખ ગોળીનું વિતરણ
માંડવી, તા. 14 : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે તાજેતરમાં મહિલાઓ માટેના યોજાયેલા 192મા રકત પરીક્ષણ કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામની કુલ 158 ત્રીઓએ લાભ લીધો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ યોગેશભાઈ ત્રિવેદીના પ્રમુખપદે  કાયમી દાતા પ્રેમજીભાઈ નારાણભાઈ છભાડિયાના સૌજન્યથી યોજાયેલા આ કેમ્પને પૂર્વ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને ભુજ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ડો. મધુકાંતભાઈ આચાર્ય અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ ઓથોરિટીના પ્રમુખ નીરવભાઈ ગઢાઈએ દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે ઈન્ટરનેશનલ લેવલે બેસ્ટ મેમ્બરના એવોર્ડ વિજેતા પ્રદીપભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પૂર્વપ્રમુખ અને આરોગ્ય ચેરમેન ડો. એસ. બી. મલ્લીએ નિદાનાત્મક કાર્ય જ્યારે  લેબોરેટરી ટેકનિશિયન તરીકે વિશનજીભાઈ ગરવા, શાંતિલાલભાઈ ચૌહાણ અને ચાંદનીબેન જોશીએ સેવા આપી હતી. આ કેમ્પમાં હિમોગ્લોબીન વધારવાની એક માસની ગોળી નિ:શુલ્ક રીતે આપવામાં આવી હતી.  અત્યાર સુધી 192 મહિના દરમ્યાન યોજાયેલા 192 કેમ્પોમાં હિમોગ્લોબીન વધારવાની કુલ 26 લાખ ગોળીઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ  અને મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે  જણાવ્યું હતું. જાયન્ટ્સ સાહેલી ગ્રુપના પ્રમુખ જયોતિબેન મોતા, પાર્વતીબેન ગોર,  હર્ષાબેન વૈદ્ય, દીપાબેન સોની, ડોલી મોતા,  નીમાબેન નાથાણી અને યંગસ્ટાર ગ્રુપના પ્રમુખ  ભૂમિબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer