ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ (પશ્ચિમ વિભાગ)ના નવા હોદ્દેદારો નિમાયા

ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ (પશ્ચિમ વિભાગ)ના નવા હોદ્દેદારો નિમાયા
 ભુજ, તા. 14 : ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ (પશ્ચિમ વિભાગ)ના અગાઉના હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા નખત્રાણા મારવાડા સમાજવાડીમાં બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ (પશ્ચિમ વિભાગ)ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે રૂપાણી પચાણ હીરજી (ભડલી, તા. નખત્રાણા), મહામંત્રી કિશોર નાનજી શેખા (ભુજ), મુછડિયા જગદીશભાઇ (વિરાણી નાની), તાલુકાવાર સમાજના ઉપપ્રમુખ જેમાં મંગલ માંડણ, શેખા પરષોત્તમ, કાનજી શેખા, મુછડિયા આચારભાઇ મંગાભાઇ (કોટડા જ.), લખપત તા. માટે જોગલ દેવજી આશા (સિયોત) અને ગરવા વસંત રમેશભાઇ, અબડાસા તા. માટે અમરત ગોવિંદની વરણી કરાઇ હતી. મંત્રી તરીકે શેખા ગિરીશ કેશવજી (કોડાય પુલ તા. માંડવી), ગરવા કિશોર છગનલાલ, ખજાનચી તરીકે હીરાલાલ પચાણ ગરવા, સહખજાનચી પંડયા શરદ બચુભાઇ (ભારાપર તા. ભુજ), અમરત ભીમજી ગરવા (ઘડાણી)ની વરણી કરાઇ હતી. ટૂંક સમયમાં જ સમાજમાં સમૂહલગ્નો થાય, વિકાસકામો, શૈક્ષણિક, આરોગ્યલક્ષી કામો, સમાજનાં આર્થિક રીતે નબળા પરિવારોને મદદની સહમતી દર્શાવી હતી. સંચાલન સતીશભાઇ શેખા (વિજપાસર)એ, આભારવિધિ દિનેશ રૂપાણી (પાનધ્રો)એ કર્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer