ઈવીએમ સામે વિપક્ષોનો મોરચો : સુપ્રીમમાં જશે

નવી દિલ્હી, તા. 14 : પહેલા ચરણના મતદાન બાદ વિરોધપક્ષોએ વધુ એકવાર ઈવીએમ મુદ્દે બુમરાણ મચાવતાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરવા માંડી છે. દિલ્હીમાં રવિવારે આ મુદ્દે બેઠક યોજાઈ હતી. ભાજપે વિપક્ષની આ બેઠકને `હારની સ્વીકૃતિ' ગણાવી હતી. રાજધાની દિલ્હીમાં રવિવારે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ સહિતના છ વિપક્ષોના નેતાઓએ ભાગ લઈને ઈવીએમ સામે ફરી સવાલ ઉઠાવ્યા હતા અને બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ સાથે ઈવીએમ મામલે સર્વોચ્ચ અદાલતમાં જવાની તૈયારી બતાવી હતી. બેઠક બાદ ટીડીપી સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ અને કોંગ્રેસનેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યંy હતું કે, અમે ઈવીએમનો મુદ્દો લઈને સુપ્રીમ કોર્ટમાં જશું. બહુ ઓછા દેશ છે, જે ઈવીએમનો ઉપયોગ કરે છે. મતદારોનો વિશ્વાસ જીતવો હશે, તો  બેલેટ પેપરનો ઉપયોગ  કરવો પડશે તેવું નાયડુએ કહ્યું હતું. `સંવિધાન બચાવો' નારા તળે યોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસ તરફથી સિંઘવી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સામેલ થયા હતા. ચૂંટણીપંચ પૂરતું ધ્યાન નથી આપતું. એક પક્ષને મત આપો તો બીજા પક્ષને જાય છે, વીવીપેટમાં પણ પર્ચી 7ના?સ્થાને 3 સેકન્ડ દેખાય છે, તેવા આક્ષેપો સિંઘવીએ કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જશું અને દેશભરમાં આંદોલન કરશું, તેવું તેમણે ઉમેર્યું હતું. નાયડુએ ચૂંટણી પંચ મોદી સરકારના ઈશારે કામ કરે છે, તેવો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ભાજપે મહાજોડાણને હારનો ભય સતાવે છે, તેવું જણાવ્યું હતું, ભાજપ નેતા જીવીએલ નરસિમ્હાએ કહ્યું કે દિલ્હીની આ બેઠક મહાજોડાણની હાર સ્વીકારતી બેઠક છે, તેમની પાસે શાસનનો કોઈ એજન્ડા નથી, લોકોને બતાવવા કોઈ નેતૃત્વ નથી. તેમણે કહ્યું કે લાખો મતદારોનાં નામ તપાસ કર્યા વગર ઓનલાઇન હટાવી દેવાયાં છે. ચૂંટણીપંચને પક્ષોએ લાંબું લિસ્ટ સોંપ્યું છે.  હવે આ વધુ જરૂરી થઇ ગયું છે કે કમ સે કમ 50 ટકા વીવીપેટ મતને ઈવીએમ સાથે સરખાવવામાં આવે. અમે તેના માટે સુપ્રીમ કોર્ટ જઇશું અને આખા દેશમાં તેની વિરુદ્ધ આંદોલન કરીશું.  ભાજપે મહાગઠબંધનની આજની આ બેઠક પર કટાક્ષ કરતાં કહ્યું કે, તથાકથિત ગઠબંધનને હારનો ડર સતાવી રહ્યો છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હાએ કહ્યું કે, દિલ્હીમાં જે તથાકથિત વિપક્ષી દળોની બેઠક થઇ છે તે મહાગઠબંધનની હાર સ્વીકારનારી બેઠક છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer