લખપતની જીવાદોરી સમાન ગોધાતડ તથા સાન્ધ્રો ડેમની સંગ્રહક્ષમતા વધારો

ભુજ, તા. 14 : જિલ્લાના સરહદી લખપત તાલુકાની જીવાદોરી સમાન ગોધાતડ અને સાન્ધ્રો ડેમની સંગ્રહક્ષમતા વધારવાની માંગ કરતાં સરહદ વિકાસ સેવા સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, કિસાનોના હિતાર્થે બનાવેલાં જળાશયમાંથી પાણીનો વ્યાપક હિસ્સો મહાકાય ઉદ્યોગો લઇ?જતા હોય છે, પરંતુ ક્ષમતા વધારવા આગળ ન આવતાં લોકોમાં નારાજગી વ્યાપી છે. ગોધાતડ મધ્યમ સિંચાઇ યોજના ભૂતકાળમાં કોરિયાણી, કપુરાશી, કૈયારી, મુંધાવય, છેર મોટી તથા નાની અને ફતેહપરની જમીન કમાન્ડ વિસ્તારમાં આવતી હોવાથી પિયત થતાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ હતી   પરંતુ છેલ્લા 15થી 20 વર્ષમાં કોઇ પણ પ્રકારનું કામ ન થતાં ગોધાતડ ડેમની સંગ્રહશક્તિમાં વ્યાપક ઘટાડો થયો છે.  સાન્ધ્રો ડેમ પર પાનધ્રો, બૈયાવા, સુભાષપર, મીંઢિયારી, ખાણોટ વગેરે ગામના ખેડૂતોને પિયતનો લાભ તથા જો પાણી યોજના કાર્યરત કરવામાં આવે તો 50થી વધુ ગામોને પીવાનાં પાણી માટે આશીર્વાદરૂપ બની શકે. ઉલ્લેખનીય છે કે, ગોધાતડ ડેમમાંથી ઔદ્યોગિક વસાહત વર્માનગરના પેયજળની વ્યવસ્થા થાય છે. સ્થાનિકે જી.એમ.ડી.સી. તથા કે.એલ.ટી.પી.એસ. દ્વારા વ્યાપક પ્રમાણમાં મહાકાય મોટરો દ્વારા ડેમમાંથી પાણી ખેંચવામાં આવે છે. ચોમાસાને માત્ર?બે મહિના જ બાકી છે ત્યારે સરકારની સાથે જી.એમ.ડી.સી. તથા કે.એલ.ટી.પી.એસ. દ્વારા મશીનરી પૂરી પાડવામાં આવે, જેથી ડિસિલ્ટિંગ થઇ શકેતેવું સમિતિના પી. સી. ગઢવી તથા હઠુભા એસ. સોઢા દ્વારા યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer