કનૈયાબે આત્મહત્યા કેસમાં દુપ્રેરણ વિશે ફરિયાદ નોંધાઇ

ભુજ, તા. 14 : તાલુકાના કનૈયાબે ગામના વાડીવિસ્તારમાં ત્રણેક દિવસ પહેલાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરનારી ખેતમજૂર પરિવારની પરિણીત યુવતીના કિસ્સામાં મૃતકના સાસરિયાઓ સામે દુપ્રેરણ મામલે ફોજદારી ફરિયાદ લખાવાઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ મૃતક પરિણીતાના માતા જમુબેન ગોરાભાઇ ખેતાભાઇ કોળીએ ગઇકાલે પદ્ધર પોલીસ મથકમાં રમેશ અમરશી કોળી, ગુલાબબેન રમેશ કોળી, દિનેશ અમરશી કોળી, સંજય રમેશ કોળી અને પારૂ મહેશ કોળી સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. મરનારને આરોપીઓ ત્રાસ આપતા હોવાથી તેણે કંટાળીને આપઘાત કર્યાનું ફરિયાદમાં લખાવાયું છે. ફોજદાર એસ.જે. રાણાએ કેસની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer