અંજાર શહેર-તાલુકામાં ચોરીના બનાવો નહીં ઘટે તો પોલીસ સ્ટેશનને ઘેરાવ

સત્તાપર (તા. અંજાર), તા. 14 : અંજાર તાલુકા અને શહેરમાં ફોર વ્હીલર, ટુ વ્હીલર, ભેંસો તથા પાડાની ચોરી, ઘરફોડી તથા ખુલ્લેઆમ વેચાતા દારૂ બાબતે પોલીસ અધીક્ષકને રજૂઆત કરાઇ હતી. આ અંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી દિનેશ માતાએ કરેલી રજૂઆત મુજબ છેલ્લા ઘણા સમયથી તાલુકામાં વાહનો અને ઢોરોની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ઘરફોડીના પણ અનેક બનાવો બન્યા છે તેમજ ખુલ્લેઆમ દારૂના હાટડાઓ પણ ચાલી રહ્યા છે. ચોરો અંજાર તાલુકા અને શહેર વિસ્તારમાંથી 35થી 40 ભેંસો ચોરી ગયાના સમાચાર છે. કાયદો વ્યવસ્થા કે પોલીસની બીક વિના ચોરો બેફામ બન્યા છે. દારૂ  શેરી-શેરીએ બાઇકો તથા ફોર વ્હીલરો દ્વારા પહોંચાડાય છે. ઢોર, વાહન ચોરીની ફરિયાદો છતાં પોલીસ યોગ્ય તપાસ કરતી નથી. ઉપરોક્ત બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરાય, યોગ્ય પેટ્રોલિંગ કરાય તેવી માંગ કરી હતી. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાશે નહીં તો શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો લોકોને સાથે રાખી અંજાર પોલીસ સ્ટેશનને ઘેરાવ કરશે અને ગાંધીચીંધ્યા માર્ગે જશે તેમ ઉમેર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer