જોગણીનારમાં વીજળી અનેપાણીના ધાંધિયાથી પરેશાની

અંજાર, તા. 14 : તાલુકામાં જોગણીનાળમાં વીજ-પાણીના ધાંધિયા મુશ્કેલી બન્યા છે. ચૈત્ર માસમાં અહીં ભાવિકોની ભીડ રહે છે, પરંતુ વીજળી પાણીની લાઇનોમાં ખોટીપો સર્જાતાં ચાર દિવસથી પાણી બંધ છે. સફાઇનો  અભાવ છે. પિતૃ તર્પણ માટે આવતા લોકોમાં પિંડ વિસર્જનની અવ્યવસ્થાથી અસંતોષ છે. સ્નાનકુંડમાં પિંડ પધરાવવાની મનાઇ છે. મંદિર પાછળના તળાવમાં થોડું-ઘણું પાણી છે, પરંતુ ત્યાં જવાનો રસ્તો અને દરવાજો બંને બંધ છે. વિકાસ ટ્રસ્ટ યોગ્ય કરે તેવી માગણી ઊઠી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer