વાલરામજી મહારાજે બતાવેલા શ્રેયના માર્ગે ચાલવા શીખ

મોટી વિરાણી, તા. 14 : વાંઢાયમાં સંત વાલરામજી મહારાજની જન્મજયંતી પ્રસંગે સત્સંગ યોજાયો હતો. તીર્થધામ સ્થિત સાધના કુટિર સંસ્થાનમાં બ્રહ્મલીન સંત વાલરામજી ગુરુશ્રી ઓધવરામજી મહારાજની 93મી જન્મજયંતી પ્રસંગે ભજન, સત્સંગ, પ્રવચન સહિતના કાર્યક્રમોમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે જીતુ ભગતના સાંનિધ્યમાં સવારે વાલરામ ચાલીસાના એકાદશ પાઠ, સાંજે સુંદરકાંડનું પઠન, સત્સંગ પ્રવચન નિત્ય સંધ્યાપાઠ વિ. કાર્યક્રમમાં સંત વાલરામ મહારાજના સત્ત્વગુણોને યાદ કરાયા હતા. પુરુસોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિ (રામનવમી)એ અભિજિત નક્ષત્રમાં પ્રાગટય થયું હતું એવા જ ઉત્તમ યોગમાં 1983ના ચૈત્ર સુદ ચોથના સંત મહાપુરુષ વાલરામજીનું પ્રાગટય થયું હતું. જન્મના યોગ અને પૂર્વ સત્ત્વગુણી સંસ્કારી સંત વાલરામજી ભગવાન રામચંદ્રના આદર્શોને સનાતન વિષ્ણુ સમાજોમાં વણવા સદૈવ પ્રયત્નશીલ રહી સમાજોને ઊંચાઈએ પહોંચાડયા હોવાનું જણાવાયું હતું. સંત વાલરામજી મહારાજના જીવન કથનનું વર્ણન કરતા પ્રવચનમાં જીતુ ભગતે વાલરામજી મહારાજે બતાવેલા શ્રેયના માર્ગે ચાલવા શીખ આપી હતી. અમૃતલાલ ઠક્કરએ ભજનો રજૂ કર્યા હતા જ્યારે સંગીતમય શૈલીમાં ભજન સત્સંગમાં સાજિંદા  કિરણ દરજી, ખેતશી રાઠોડે સંગત આપી હતી. સંચાલન ચંપકભાઈ રાવલે કર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer