જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને નડતા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માગણી

ભુજ, તા. 14 : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ?કચ્છ જિલ્લા દ્વારા શિક્ષકોના વિવિધ?પ્રશ્નો સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે ભચાઉ, મુંદરા અને લખપત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા સંગઠનના સદસ્યોને કરવામાં આવતી કનડગત, ફેબ્રુઆરી-2019 વધઘટ કેમ્પમાં શિક્ષકોને થયેલ અન્યાય, પાળી પદ્ધતિવાળી શાળાઓમાં સમય ફેરફાર, વાર્ષિક પરીક્ષા ગુણની ઓનલાઇન એન્ટ્રીમાં સમય વધારો કરવા, ચૂંટણી ફરજના બીજા દિવસે જર્ની ડેનો લાભ આપવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ?કચ્છ જિલ્લા અધ્યક્ષ ખેતશીભાઇ ગજરા, મંત્રી રમેશભાઇ ગાગલ, સંગઠન મંત્રી નારણભાઇ ગઢવી અને કોષાધ્યક્ષ હેમંતભાઇ જોશી, વાલજીભાઇ?મહેશ્વરી, શૈલેશ પટેલ, વિશાલ ઠક્કર, રવીન્દ્ર પરમાર સહિતના શિક્ષકો જોડાયા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer