લોકોમાં તણાવને પગલે થતી સમસ્યાઓનો ઉકેલ સમજાવાયો

ભુજ, તા. 14 : રોટરેક્ટ કલબ ઓફ ભુજ મિડટાઉન દ્વારા ચાણક્ય વિદ્યાપીઠ ખાતે ક્લિનિકલ હિપ્નોસીસ પર વર્કશોપ યોજાયો હતો. આજના આધુનિક, ઝડપી તથા સ્પર્ધાત્મક યુગમાં કોઇપણ ઉમરની વ્યક્તિ કોઇને કોઇ માનસિક તાણ તથા તણાવમાં રહેતી હોય છે. જો તણાવ લાંબા સમય સુધી રહે તો વ્યક્તિમાં હતાશા, ડિપ્રેશન, માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ પણ ભણવાનો ભાર, મોબાઇલની આદત, વ્યસન જેવી સ્થિતિને કારણે તણાવમાં રહેતા હોય છે. રોટરેક્ટ કલબ ઓફ મુંદરા દ્વારા સ્ટ્રેસમાં રહેતી તથા કોઇપણ પ્રકારની મનોવૈજ્ઞાનિક તકલીફ ધરાવતા તથા ડિપ્રેશન ધરાવતા વિદ્યાર્થીઓ તથા વ્યક્તિઓ માટેનો ભુજ ખાતે ક્લિનિકલ હિપ્નોસીસનો વર્કશો મનોવૈજ્ઞાનિક તથા સાયકોથેરાપિસ્ટ ડો. ગૌરાંગ જોષી દ્વારા રોટરી હોલ મુંદરા ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કચ્છમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડો. જોષી દ્વારા આજના સમયમાં જોવા મળતી ડિપ્રેશન, બાયપોલાર ડિસઓર્ડર, સ્ચિઝોફ્રેનિયા, ધુનરોગ, પર્સનાલિટી ડિસઓર્ડર જેવી તકલીફ માટે અસરકારક સાયકોથેરાપી ટેકનિક તથા હિપ્નોસીસ તથા અલગ અલગ ટેકનિક વિશે માહિતગાર કર્યા હતા. જીનલ છાયા દ્વારા ડો. જોષીનું સન્માન કરાયું હતું. પ્રોજેક્ટને સફળ બનાવવા રોટરેક્ટ કલબ ઓફ ભુજ મિડટાઉનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer